Quotes by Heena Hariyani in Bitesapp read free

Heena Hariyani

Heena Hariyani

@heenahariyani19gmail.com163609
(29)

તાલ....

ઊધાડી મૂકી છે આજ, લાગણીઓ ની ડેલી,
આ હલતી સાંકળમાં તારા ભણકારા ની હેલી,

જરાક સળવળાટ થાય ને હૈયુ તાલ ભૂલી જાય,
એમ કંઈ સાંકળમાં સળવળાટ કોઈ પૂરી જાય,

એક આછેરો ચાંદરડો ઉગ્યો છે ઊઘડતી સાંજના,
આમ,અમથેઅમથુ થોડુ જીવી જવાય કોઈ યાદમાં
- હીના રામકબીર હરીયાણી

Read More

सुनो,
अगर मेरी आवाज तुम तक,
पहोचती हे,क्या?
तो, गौर से सूनो,
थक कर चूर हो जाते ये पैर,
झूम उठते हे यू ही,
उस अहेसास से की,
हम तो वो मंझील के,
मुसाफ़िर हे,
जो न तो कभी,
मीले हे,
और कोई आश,
कहाँ?
बस,जी उठते है,
पैर,
उस तड़प की,
तलाश,
मै.
- हीना रामकबीर हरीयाणी

Read More

સવાર...

રોજ એક સવાર ઊગે ને,
એમાં અઢળક શ્વાસ ઊગે

અમર રહે એ જે હતા સપનાંઓ,
પણ એને પૂરા કરવા ધબકાર ઊગે,

યાદોનુ ચોતરફ અજવાળુ પડે ને,
મિશ્રિત  મનોહર સાંજ મળે
        - હીના રામકબીર હરીયાણી

Read More

એક સાંજ લખી છેતારા નામે,
તું આવે તો એને સરનામું મળે
- હીના રામકબીર હરીયાણી

નિરાશા....
ક્યાં જઈ હળવી કરૂ મારા આસુંઓની કહાની,
મારી નિરાશાઓ પણ હવે નોધારી બની ગઇ,

આમ ક્યાં સુધી છૂપાવતી ફરૂ મારા દર્દની કહાની,
મારી આશાઓની આગ હવે આમ બુજાઈ ગઇ,

ક્યા શોધુ એ ખુલ્લા આકાશ ની કહાની,
બંધ થયા દરવાજાને ,એ આંખ જોતી રઈ
             - હીના રામકબીર હરીયાણી

Read More

જેલમાં જન્મી જગતનો નાથ બન્યો છે,
ઘોર અંધકાર ને ચીરીને,ચીર પૂર્યા છે ,

કાન તારી અદા,સજા,મજાની દિવાની છે,
રાધા,રૂકમણી ને મીરા પણ દિવાની છે,
-હીના રામકબીર હરીયાણી


- Heena Hariyani

Read More

आसान नही होता इस दुनिया मे सरल होना,
या तो लोग पत्थर बना देते है,या फीर कंकर।
- हीना रामकबीर हरीयाणी
- Heena Hariyani

Read More

મારા...મિત્રો..

મારા અંધકારમાં ય મને શોધી કાઢે છે,
મારા મિત્રો મને હંમેશા આમ જ રાખે છે,

પડુ જો ક્યારેક ચાલતા ચાલતા જીવનમાં
એ ઓચિંતા આવી ધાયલ ને ફૂંક મારે છે,
મારા મિત્રો...અંધકારમાં ય મને શોધી....

હોઉં ઉદાસ ક્યારેક જીંદગીની ચોપાસથી,
યુધ્ધ ની એ ચોપાઈ માર નામે લડી જાણે છે
મારા મિત્રો...અંધકારમાં ય મને શોધી....
-હીના રામકબીર હરીયાણી

Read More