રાજકારણ
પોતાના પાપો છુપાવે છે એ રાજકારણ
ગુનાઓ છુપાવા આપ્યા કરે છે એ જુઠ્ઠા કારણ
હજારો નિર્દોશોની જાન જાય છે કોઈ અહી
કોઈ દોષ કે વિના કારણ
જુઠ્ઠા વચનો આપી ચુટણીઓ જીતે છે
પાછી કોઈ કોઈને પૂછતું નથી વિના કારણ
ઉપર બેઠા ગુનાઓ કરે એ અને
કાનુન માંગે જનતા પાસે એનું કારણ
પારકાની તો શી વાત કરવી અહિયાં જાન લે છે,
પોતાનાની પોતાનાજ સત્તા ને કારણ
બધુ જાણવા છતા ચૂપ છે જનતા તેથી કે
એમને મરવું નથી કોઈ દોષ કે વિના કારણ
સાચું – સારું કરનાર માટે અહિયાં કોઈજ જગ્યા નથી
ગાંધી ને પણ મડ્યુ મોત એના કારણ