શૂરવીર કોને કોને કહી શકાય?
રસ્તે ચાલતા તમને કોઈ પથ્થર ની ઠોકર વાગે અને તરત જ બીજો વિચાર કર્યા વગર એ પથ્થર ને સાઈડ પર જ્યાં કોઈ બીજા ને ઠોકર વાગે નહી એ રીતે મૂકી દો તો તમે પણ શૂરવીર જ છો.
તમારા હાથ નો કચરો તમે જ્યાં ત્યાં નહી નાખતા કચરાપેટીમાં અથવા કચરા પેટી ના હોય તો ખીસ્સા મા મૂકી દેતા હોય તો તમે પણ શૂરવીર જ છો.
તમે કોઈ પણ સારા કાર્યો ને પ્રોત્સાહન આપતાં હોય અને તમારાં લીધે જો ગામને,સમાજને કે દેશને કોઈ મુશ્કેલી ન થતી હોય તો તમે પણ શૂરવીર જ છો.
તમારા થી નાના નુ સમ્માન કરતા હોય અને વડિલો ને જો માન આપતા હોય તો તમે પણ શૂરવીર જ છો.
જે વાતો ઉપર કહી એવી બીજી અનેક નાની-મોટી વાતો છે જેને તમે અનુસરતા હોય તો તમે શૂરવીર છો જ,પણ જ્યારે પણ ઈતિહાસ મા શૂરવીરતા નુ નામ લેવામાં આવે તો માતૃભૂમિ માટે શહીદ થયેલો અને આજે પણ નિડરતા થી લડી રહેલો દેશનો એ એક એક જવાન સૌથી પહેલો શૂરવીર હતો,છે અને રહેશે એમા કોઈ શંકાને સ્થાન નથી.
#શૂરવીર
..........M.G.Gauswami