શૂરવીર ખરો એ છે જે ષડરિપુને નાથે.
શૂરવીર ખરો એ છે રહે સત્ય સંગાથે.
ના ડરે જીવનમાં આવતી આફતો થકી,
શૂરવીર ખરો એ છે કામ કરે નિજ હાથે.
ના કદી સેવે જે નિરાશાને કોઈકાળમાં,
શૂરવીર ખરો એ છે જે મુસીબતોને બાથે.
મન બની મર્કટ માનવમાત્રને પજવતું,
શૂરવીર ખરો એ જે ગતિ મનની નાથે.
ન ચાતરે માર્ગ કદી છો અંતરાય ઝાઝા,
શૂરવીર ખરો એ જે રહે ઈશની સાથે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#શૂરવીર