શનિની ઘાતક નજરને બેઅસર કરે છે આ 2 કૃષ્ણમંત્ર
જ્યારે પરિવારની ખુશહાલી કે કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કે પ્રગતિ માટે કઠોર મહેનત પછી પણ સફળતા હાથ ન લાગે તો આ માણસના ધૈર્યની કઠોર પરીક્ષાનો સમય હોય છે, જે માણસને માયૂસ અને વિચલિત પણ કરે છે, પરંતુ તેનીથી બચવાનું પણ સૂત્ર કઠો સંયમ હોય છે.
જીવનમાં પુરુષાર્થ પ્રાપ્તિથી જોડાયેલ વિજ્ઞ્ન અને બાઘાઓ પાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ શુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણનું કાળીયા નાગનું મર્દનના પ્રસિદ્ધ પ્રસંગ પણ સાહસ અને મહેનત દ્વારા જ વિઘ્ન અને બાધાઓના શમનનો સંદેશ છે.
ભગવાન કૃષ્ણએ પોતાની લીલા દરમ્યાન કેટલાયના જીવન સફળ કર્યા છે અને તેની દશા ઓ બદલી છે દાવ પર બધુ હારી ગયા પછી બંજર જમીન પાંડવોને મળે છે તેનું ઈન્દ્રપ્રસ્થ પણ કૃષ્ણની કૃપાથી જ થયું જે કર્મ કરે છે તેને ફળ આપવાનું કામ કૃષ્ણ ભગવાન કરે છે.
આ કારણ છે કે જીવનમાં સંઘર્ષ પૈદા કરનાર શનિ દોષ તથા કાલસર્પ દોષ શાંતિને માટે શનિવારના વિશેષ કૃષ્ણ મંત્રો રાહુ-કેતુ તથા શનિના દોષમાં મંગલકારી માનવામાં આવે છે.
જાણો, શનિવારનો શ્રી કૃષ્ણ ભક્ત શનિની પ્રસન્નતા માટે નીચે લખેલ પ્રચલિત અને સરળ શ્રી કૃષ્ણ મહામંત્ર તથા સરળ પંચોપચાર પૂજા
વિધિ -
સવારે સ્નાન કરી ઘરમાં ભગવાન શ્રી કૃશ્ણની પ્રતિમાને જળ તથા પંચામૃતથી સ્નાન કરાવી કેસર યુક્ત ચંદન, ચોખા, ફૂલ, પિતાંબર વસ્ત્ર અર્પણ કરી માખણનો ભોગ લગાવવો અને નીચે લખેલા બે મંત્રોને વિષમ સંખ્યામાં એટલે કે 1,2,5,7,11,21 વાર જપ કરવો. એક માળા એટલે કે 108 વાર જપ કરો.
कृं कृष्णाय नम:
ॐ नमो भगवते वासुदेवाय
આ મંત્રોના જપ પછી ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરો અને અપાર સફળતાની કામના કરો.