Gujarati Quote in Thought by Mastermind

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ન્યાયાન્યાય"

જે વ્યક્તિને અન્ય વ્યક્તિથી અન્યાય થયો છે, તે વ્યક્તિને #ન્યાય મળવો જ જોઈએ. અને પેલી વ્યક્તિ કે જેણે અન્યાય કર્યો છે, તેને તેની સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં ફરીથી અન્ય સાથે અન્યાય કરતાં સો વખત વિચારે અને ડરે પણ. પરંતુ ડરે કોનાથી?

આતો થઈ "ન્યાયાન્યાય" ની સામાન્ય સમજ.

હું આપ સૌને મારી સાથે આ વિષય પર એક લેવલ ઉપર લઇ જવા માંગુ છું. #ન્યાયથી અને ધ્યાનથી વાંચજો.

જે વ્યક્તિ અન્ય વ્યક્તિને અન્યાય કરતી હોય છે તેને તો મોટેભાગે તે જે કરી રહી છે તે #ન્યાય જ અને યોગ્ય જ લાગે છે. અન્યાય કે અયોગ્ય તો જેની સાથે થઈ રહ્યો છે તેને લાગે છે અને તે પણ તેના પક્ષે આસપાસના લોકો તેને પ્રતિત કરાવે છે ત્યારે.

હવે વધુ ધ્યાનન્યપૂર્વક વાંચજો.

હવે જે વ્યક્તિ #ન્યાય નથી કરી રહી મતલબ અન્યાય કરી રહી છે તેના પક્ષે આસપાસના લોકો તેને એ પ્રતિત કરાવે છે કે તે બરાબર છે. આનો મતલબ એ થયો કે જે વ્યક્તિને અન્યાય થઇ રહ્યો છે તેણે પેલી વ્યક્તિ સાથે પહેલા એવું કંઇક ચોક્કસ કર્યું હતું કે જેથી તેનાં પ્રત્યુત્તર રૂપે તે વ્યક્તિ (કહેવતો) અન્યાય કરવા પ્રેરાય છે.

તો પછી ન્યાયાન્યાય ક્યાં છે, માત્ર વિચારમાં જ?
#ન્યાય

Gujarati Thought by Mastermind : 111438449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now