નમસ્કાર,
આજે એક એવા મુદ્દા પર વાત છે કે જ્યાં આપણા આરોગ્ય કર્મચારીઓ ક્યાંક નિરાશ છે.... ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે અન્યાય થયો છે...
વાત એમ છે કે મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ યોજના માં આપણા આરોગ્ય કર્મચારીઓ નો સમાવેશ કર્યો નથી...
કરવો જોઈએ ???????
આરોગ્ય કર્મચારીઓ એ કામ જ શું કર્યું છે ????
એમને લાભ શા માટે આપવાનો ????
🤔🤔🤔
** તો શું થયું કે FHW અને MPHW ના કર્મચારીઓ એ પણ ગામડે ગામડે જઈ ને, ઘરે ઘરે ફરી ને કોરોના ના ટેસ્ટ કર્યા છે !!!!
** તો શું થયું કે બધા ને કોરોના થી માહિતગાર કર્યા છે... સલાહ આપી છે !!!!
** તો શું થયું કે એમણે પણ જ્યાં ડોક્ટર દવાખાના માં દર્દી સાથે રહે છે તેમ આ કર્મચારીઓ કોરોના અસરગ્રસ્ત વિસ્તાર માં ફર્યા !!!!
** તો શું થયું કે આ કર્મચારીઓ એ દવા અને ઉકાળા બનાવી ને ઘરે ઘરે વેચ્યા !!!
** તો શું થયું કે કોરોના ના દર્દી ને દવાખાના સુધી પહોંચાડયા !!!
** તો શું થયું કે કેટલાક અસામાજીક તત્વોએ પથ્થર મારો કર્યો, વિરોધ કર્યો તો પણ એમને શાંતિ થી સમજાવી ને દવાખાના સુધી પહોંચાડયા !!!!
** તો શું થયું કે કેટલાક કર્મચારીઓ કોરોના ના સંક્રમણ માં પણ આવ્યા !!!!
** તો શું થયું કે એમણે એમનો અને એમના પરિવાર નો જીવ દાવ પર લગાવ્યો !!!!
** તો શું થયું કે કોરોના સંક્રમિત વિસ્તાર ને Quarantine કર્યા !!!!
** તો શું થયું કે બહાર થી આવેલ લોકો ને શોધી શોધી ને Home Quarantine કર્યા !!!!
** તો શું થયું કે જ્યારે સવારે થોડી છુટ આપવામાં આવી ત્યારે બજાર માં બધા એ માસ્ક પહેર્યું છે કે નહી ?, ડિસ્ટન્સ રાખ્યું છે કે નહી ? બધું ધ્યાન રાખ્યું !!!!!
** તો શું થયું કે આરોગ્ય કર્મચારીઓ એક જ દિવસ હડતાળ કરે તો કોરોના ના કેશ 2 ઘણા વધી જાય !!!!
** તો શું થયું કે કદાચ આમના વગર આ સંક્રમણ વધતું રોકવું, એ શક્ય જ નહોતું !!!!
આના ઉપરાંત પણ ઘણા બધા કામ છે જે કદાચ મારા ધ્યાન માં નથી અને આરોગ્ય કર્મચારીઓ એ કર્યા છે...
આપણું સંવિધાન એવું કહે છે કે 2 દોશી છૂટી જશે તો વાંધો નહી, પરંતુ કોઈ નિર્દોષ ને સજા ના થવી જોઈએ....
એવી જ રીતે, કોઈ કર્મચારીઓ ને વધારે ફાયદો મળી જશે તો વાંધો નહી, પરંતુ જે સાચા હકદાર છે તે વંચિત ના રહેવા જોઈએ....
સરકાર ને એટલી વિનંતિ કે સાચા હકદાર ને એમનો હક આપે...
✍🏻 *ચાહ' ગૌરાંગ પ્રજાપતિ*