કેમ માનવામાં આવે છે આટલી અશુભ શનિની નજર?
હિન્દુ ધર્મમાં શનિની નજરને અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જેને પણ શનિ જોઈ લે છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. આખરે શા માટે શનિની નજર અશુભ હોય છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં તેની પાછળનું એક વર્ણન છે જે આ પ્રકારે છે...
સૂર્ય પુત્ર શનિના લગ્ન ચિત્રરથ નામના ગંધર્વ કન્યા સાથે થયા હતા, જે સ્વભાવે ખૂબ જ ઉગ્ર હતી. એક વાર જ્યારે શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી રહ્યા હતા ત્યારે તેમની પત્ની ઋતુસ્નાન કર્યા પછી મિલનની કામમાથી તેમની પાસે આવી પરંતુ શનિદેવ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન હતા કે તેમને આ વાતની ખબર જ ન પડી. જ્યારે શનદેવનું ધ્યાન ભંગ થયું ત્યારે તેમની પત્નીનો ઋતુકાળ સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેનાથી ક્રોધીત થઈ શનિદેવની પત્નીએ તેમને શ્રાપ આપી દીધો કે પત્ની હોવા છતાં પણ તમને મને ક્યારેય પ્રેમની દ્રષ્ટિથી નથી જોઈ, હવે તમે જેને પણ જોશો તેનું કંઈકને કંઈક ખરાબ થઈ જશે. આ કારણ છે કે શનિની દ્રષ્ટિમાં દોષ માનવામાં આવ્યો છે.