રખેને પરિ હાસ માં, એક પળ છુટી જાય,
સંબંધ સ્નેહ નો, ખેંચતાણ માં છુટી જાય;
નજરમાં ભરતા પૂર્વે જ, અદ્રશ્ય ભાવમાં,
અજાણતા એ કદી,સ્નેહ બાણ છુટી જાય;
કથન હોય છે કદાચિત, ચીજ વસ્તુ વિચાર,
અ કથિત ઊર્મિઓની ,રસલ્હાણ છુટી જાય;
બેબાકળો બની જઈને , ક્યાંક શબ્દ વિહીન,
મૂક પ્રેક્ષક બની ને ઈશારો ,કદાચ છૂટી જાય;
ગજબ સામ્રાજ્ય એ અનંત, આનંદ સ્વરૂપનું,
વિલસતી માયા નગરીમાં,પ્રાણ જ છુટી જાય;