#અંતર્મુખી
ખેલે છે ખેલ દુનિયા ને દોષ માણસનો લેખાય છે નાસીપાસ અને અંતર્મુખી તો માનવી કહેવાય છે, છળ કપટ અને ઈર્ષ્યાથી પીડાતાં સૌ લોકો આજે દુનિયામાં,
ક્યાં સ્વાર્થ વગરનો પ્રેમ કોઈ પ્રત્યે કોઈથીયે વ્યક્ત થાય છે?!
દેખા દેખી અને આડંબર ની સ્પર્ધામાં ટકી રહેવા માટે,
વ્યવહાર ના નામે બધાંથી માત્ર પોતપોતાનાં સ્વાર્થ જ સચવાય છે,
ખેલે છે ખેલ દુનિયા ને દોષ માણસનો લેખાય છે, નાસીપાસ અને અંતર્મુખી માનવી કહેવાય છે