Gujarati Quote in Motivational by Nimika

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રકૃતિ છે વરદાન,
પણ અંતર્મુખ માનવી શું સમજે?

જન્મથી મૃત્યુ સુધી તને પ્રકૃતિનો સહારો,
પણ તારા સ્વાર્થી મનને એના નિકંદનમાં મળે વિસામો.

તારે લેવો છે લાભ વનૌષધીનો,
ન તું ખચકાય વિનાશ કરતા વનરાજીનો.

ફૂલ જોતા તોડી લેવું, ને ફળ ખાવા છે અપરંપાર,
પણ ક્યારેય વૃક્ષ વાવવાનો આવ્યો છે વિચાર?

આંબો તો ના વાવી શકે તું ,
તો ઝાડ કાપવાનો ન કર વિચાર.

છાયડો માણવો છે લીમડાનો,
ને છોડ રોપવા છે બાવળ તણા.

કોકે વાવેલા ઝાડનો તું આજે લઈ રહ્યો છું ફાયદો,
તું આજે કર વિચાર તારા બાળકોના ભવિષ્યનો.

તારી વૃત્તિને વિચાર હંમેશા તારા ફાયદાનું,
ન કરે તું કોઈ પણ કાર્ય વગર તારા સ્વાર્થનું.

એક એક વૃક્ષ છે તારા માટે વરદાન નિમિકા,
પ્રકૃતિએ કર્યું છે તને આ મહાદાન.

પણ અંતર્મુખ માનવી શું સમજે?












#અંતર્મુખ

Gujarati Motivational by Nimika : 111435210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now