અંતર્મુખી વ્યક્તિ ની અંદર પોતાની જ એક દુનિયા હોઈ છે. જે વધુ સંવેદશીલ હોઈ છે અને પોતાની સાથે જ વાત કરી લેતા હોય છે જેથી બીજા કોઈ ની જરૂર પડતી નથી. સામાન્ય રીતે તે અન્યલોકો કરતાં વધુ સહનશીલ હોઈ છે . તેઓ ખોટી માયાજાળ થી દુર રહે છે પરંતુ ખૂબ જ લાગણીશીલ સ્વભાવ ધરાવે છે.
ગેરફાયદા: અંતર્મુખી વ્યક્તિ પોતાની મનોઈચ્ચા વ્યક્ત કરી શકતા નથી એટલે ઘણી વાર આવા લોકોને એડજેસ્ટ કરવું પડે છે. આ ઉપરાંત તે અણગમો વ્યક્ત કરી શકતા નથી . અને મિત્રો ઓછાં હોઈ છે . સામાજિક પ્રસંગો માં સંકોચ અનુભવે છે , તથા પોતાની આવડત સાબિત કરવામાં પણ સંકોચ અનુભવે છે . ઘણી વાર એકલતા અનુભવે છે . #અંતર્મુખ