Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્નના શીઘ્ર યોગ અને સંતાનપ્રાપ્તિ માટે સોમવારે કરો આ ઉપાયો

સોમવારનો દિવસ ભગવાન શિવજીનો માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજીની આરાધના કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે અને મનવાંછિત ફળનું વરદાન આપે છે. ભગવાન શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ નામ પ્રમાણે ભોળા છે. શિવજીને પ્રસન્ન કરવા માત્ર સાચા મનથી પૂજા કરવાની જરૂર છે. તમે માત્ર એક લોટો જળ ચડાવશો તો પમ ભોળાનાથ પ્રસન્ન થઇ જશે. કહેવાય છે કે, જેમના લગ્નમાં વિલંબ થતો હોય તેણે સોમવારના ઉપાયો અજમાવવા જોઇએ. આ દિવસે શિવજીની આરાધનાથી ધન સંબંધિત મુશ્કેલીઓ પણ દૂર થતી હોય છે.

ધન લાભ માટેઃ ભગવાન શિવજીને કાચા ચોખા ચઢાવવાથી ધન લાભ થશે, તલ ચઢાવવાથી પાપોનો નાશ થાય છે.
ઇચ્છા પૂર્તિ માટેઃ સોમવારના દિવસે 21 બિલિપત્રો પર ચંદન લગાવી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પિત કરો.

સંતાનપ્રાપ્તિ માટેઃ સોમવારે લોટમાંથી 11 શિવલિંગ બનાવી 11 વખત તેનો જળાભિષેક કરવાથી સંતાનપ્રાપ્તિ યોગ બને છે. ભગવાન શિવને ઘઉં અર્પણ કરવાથી પણ સંતાન કામના પૂર્ણ થાય છે. સંતાન સુખમાં વૃદ્ધિ ઇચ્છો તો પણ આ ઉપાય કરી શકો છો.

વિવાહ સંબંધિત મુશ્કેલી માટેઃ સોમવારે શિવલિંગ પર કેસરયુક્ત દૂધ ચઢાવવાથી વિવાહમાં આવતી મુશ્કેલીઓ હટી જાય છે. આ ઉપાય પછી લગ્નના શીઘ્ર વિવાહ યોગ બને છે.

આ તમામ ઉપાયોની સાથે તમે સોમવારે વ્રત અને ઉપવાસ પણ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે, સોમવારે ભગવાન પાસે સારો જીવનસાથી મેળવવા માટે તેમનું વ્રત કરવામાં આવે છે, પરંતુ વૈવાહિક જીવનમાં સુથ માટે પણ સોમવારે આ વ્રત કરી શકાય છે. મનવાંછિત વરને મેળવવા માટે આ વ્રત કારતક મહિનાના પહેલા સોમવારથી શરૂ કરવું જોઇએ. આ દિવસ માતા પાર્વતી અને શિવજીનો હોય છે. એવી માન્યતા છે કે, 16 સોમવાર સુધી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111434224
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now