Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધન વૈભવમાં થશે વધારો, જો ઘરમાં પાણીના કરશો આ ઉપાયો!

જ્યારે વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે છે તો તે પોતાની સમસ્યાના સમાધાન માટે ખુદ પર દરેક વસ્તુ અપનાવે છે. જેને તે અંધવિશ્વાસ કે રૂઢિવાદિતાનુ નામ આપતો હોય છે. અનેકવાર ઘરનુ બજેટ પણ હલી જાય છે અને દુખોનો પહાડ તૂટી પડે છે. વૈભવ મેળવવાની લાલસા પૂરી કરવામાં વધુ ધન ખર્ચ કરવા માંડે છે. શુ તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા એવા ઉપાય બતાવ્યા છે જે તમારી આર્થિક સ્થિતિને કોઇપણ પ્રકારનું નુકસાન કર્યા વગર કિસ્મતને બદવાની ક્ષમતા રાખે છે.

તમારા ઘરમાં પાણીની તંગી રહે છે કે માતા સાથે સંબંધ સારા નથી અથવા તમારું વાહન રોજ ખરાબ થવા માંડે કે પછી તમે પારિવારિક સંપત્તિ માટે પરેશાન છો તો તમે સમજી લેજો કે ચતુર્થ ભાવ દૂષિત છે. આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે ચોખાની ખીર સોમવારના દિવસે વહેલી સવારે અને પોતાના પરિવાર સહિત તેનુ સેવન કરો જો આ સમયે કોઈ અતિથિ આવી જાય તો ખૂબ સારુ શગુન છે. તેને પણ આ ખીર ખવડાવો તો અતિ શુભ ફળ શીઘ્ર તમને પ્રાપ્ત થશે.

એક વાડકીમાં પાણી ભરીને તેણે સૂર્યની કિરણોમાં લગભગ 3-4 કલાક માટે મુકી દો. સંધ્યાના સમયે આ પવિત્ર જળને આસોપાલવ કે અશોકના પાનમાં ડૂબાડીને આખા ઘરમાં તેના છાંટા મારો. રોજ આ ઉપાય કરો. તેનાથી ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે તે નાશ થઈ જશે. તેમજ મીઠુ મિક્સ કરેલા પાણીથી પોતુ કરો તો ઘરમાં સૌભાગ્યનુ આગમન થશે.

સ્વર્ગલોકમાં અષ્ટસિદ્ધિયો અને નવનિધિયોમાં શંખનુ સ્થાન મહત્વપૂર્ણ છે. શંખને વિજય સમૃદ્ધિ સુખ યશ કીર્તિ અને લક્ષ્મીનુ સાક્ષાત પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક કાર્યો, અનુષ્ઠાન, સાધના, તાંત્રિક ક્રિયા વગેરેમાં શંખનો પ્રયોગ સર્વવિદિત છે. સવાર-સાંજ ઘરનાં મંદિરમાં પૂજા કર્યા પછી શંખ જરૂર વગાડો. પછી તેને જળથી ભરીને આખા ઘરમાં છાંટ મારો. તેનાથી લક્ષ્મીજી જલ્દી પ્રસન્ન થાય છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111433218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now