જબાનથી મળે છે પરિચય વ્યક્તિનો.
જબાનથી મળે છે આશય વ્યક્તિનો.

અંતરનું શબ્દોમાં અનાયાસે પ્રગટતું,
જબાનથી મળે છે સમય વ્યક્તિનો.

પરા કે વૈખરી સાંભળવા મળતી કદી,
જબાનથી મળે છે વિજય વ્યક્તિનો.

પ્રગતિ કે પતનનાં મૂળમાં જબાન જ,
જબાનથી મળે છે પરાજય વ્યક્તિનો.

મિત્રતા કે શત્રુતા અવલંબે વાણી પર,
જબાનથી મળે છે અભય વ્યક્તિનો.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#પરિચય

Gujarati Poem by Chaitanya Joshi : 111432748
મોહનભાઈ આનંદ 7 year ago

વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ સુંદર અભિવ્યક્તિ... ખૂબ આભાર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now