ઘણી વખત પરિવાર ની અંદર બહુ મોટા ઝગડા હોય છે.અને ઘણી વાર પરિવાર એક મજબૂત દીવાલ ની જેમ મુસીબત ના સમયે સાથે હોય છે.તો ઘણી વાર સાથે નથી હોતો. ઘણી વખત સાથ આપે તો પણ આપણી અપેક્ષા પ્રમાણે કોઈ કારણ વશ સાથ નથી આપી શકતા. ત્યારે મન માં ઘણું કે થોડું દુખ થાય છે.અને વિચાર આવે કે જ્યારે તે મુસીબત માં હતા તે વખતે અમે જે રીતે સાથ આપ્યો તે રીતે તેઓએ ના આપ્યો.દરેક વખતે સંજોગો બધાને સરખા નથી હોતા કે કાયમ એક સરખી વિચારધારા નથી રહેતી. તેની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે.આપણી ભારતીય વ્યવસ્થા પ્રમાણે સંયુક્ત કુટુંબ ની પ્રથા છે.પરિવાર ના સભ્ય ના ભાગ રૂપે દરેક વ્યક્તિ ની જવાબદારી છે. કે કોઈ પણ વાત પછી એ પસંદ કે નાપસંદ હોય તયારે થોડો સમય લેવો અને જે તે વ્યક્તિ ના સ્થાન પર પોતાની જાતને ને મૂકી ને વિચારવું જોઈએ.