Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેવશક્તિઓ ચૈતન્ય રૂપમાં આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. જેનો સાંસારિક અને આત્મિક બન્ને જ શક્તિઓ પર પૂરું નિયંત્રણ હોય છે. આ માટે જે દેવતાનું સ્મરણ કરવામાં આવે છે. તેની શક્તિઓનું શુભ ફળ આપણે આપણા જીવનમાં જોઇ શકીએ છીએ.

એવી જ એક દૈવી શક્તિ છે – યમ. એક અર્થમાં યમ એ શક્તિને કહે છે જે નિયંત્રણ કરે છે. આ અર્થમાં જ હિંદુ ધર્મ પ્રમાણે યમરાજ કાળશક્તિનાં નિયંત્રક છે. સૂર્યપુત્ર અને પિતાની જેમ તેમનો સંબંધ પણ કાળની સાથે છે. આ જન્મ- મૃત્યુ ચક્રને પોતાની કાળ શક્તિ દ્વારા નિયત કરે છે. જગતજનની ગાયત્રીની 24 શક્તિઓમાં યમ પણ પ્રમુખ દેવી શક્તિનાં રૂપમાં પૂજનીય છે.

કાળનાં દેવતા યમરાજની ઉપાસના વ્યવહારિક જીવનમાં સમયને અનુકૂળ બનાનારી, દરિદ્રતા, આળસ, રોગ, દુખ અને મૃત્યુના ભયથી મુક્ત કરનારી માનવામાં આવી છે. આવા શુભ ફળ માટે શ્રાદ્ધપક્ષમાં યમદેવના - યમ ગાયત્રી મંત્રના સ્મરણથી શુભ અને પિતૃઓની પ્રસન્નતા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જાણો યમ મંત્ર અને સરળ પૂજા વિધિ

સાંજના સમયે યમદેવની પ્રતિમાની પંચોપચાર પૂજા ગંધ, અક્ષત, ફૂલ, નૈવેધ અર્પણ કરો. ધુપ અને કાળની દિશા મનાતી દક્ષિણ દિશામાં દીવો લગાડીને નીચે લખેલા યમ ગાયત્રી મંત્રની કામના રોગ, શોક, સંકટ કે ખરાબ સમયથી રક્ષા માટે કામના કરો. યથાસંભવ કુશના આસન પર બેસી આ મંત્રની ઓછામાં ઓછી 1 માળા એટલે કે 108 વાર બોલો



- ऊँ सूर्यपुत्राय विद्महे,

महाकालाय धीमहि।

तन्नो यम: प्रचोदयात्।

-અંતમાં કપુર અને દીવો આરતી કરી દોષ અને પાપકર્મો માટે ક્ષમા પ્રાર્થના કરો

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111431522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now