ચોમેર દુકાળ માં આ ભીતર ની ભીનાશ
કોઈ ને પૂછું તો કે મને
કે આતો સાકર વગર ની મીઠાસ.
કોઈ ને રડાવે મનોમન મલકાવે કેવો આ અહેસાસ
તોલે તો તૂટે ને નિભાવે તો ખૂટે જો અનંત હોય વિશ્વાસ.
બેઉં બાંધે વચનો ના હાર
જીતસુ સંગાથે ને હારસું સંગાથે
ભેળા મળીને કરસુ સુખ દુઃખ નો વ્યવહાર.
કેવી તો આ પ્રેમ ની માયાજાળ પૂછું હું જેને
કહે કે તું ના સમજે મારી વાત.
મન માં મલકાઈ ને કહુંકે એમજ થોડી ને લખાઈ છે આ કવીતા ની હારમાળ.
- રાધેય