જે રીતે વિદ્યા વિનય થી શોભે. એજ રીતે શક્તિ - સામર્થ્ય
સંવેદના થી
મને અર્જુન માં પૂર્ણ શૂરવીર ના દર્શન વારંવાર થાય છે
દ્રોણ ની દગાબાજી થી હત્યા પછી અર્જુન નો ક્રોધ એકદમ વાજબી હતો
અર્જુન ની સંવેદના ને લીધેજ આપણને ગીતા જેવો મહાન ગ્રંથ મળ્યો
અર્જુન ખુબજ મજબુત હોવા છતાંય કઠોર નથીજ
દુર્યોધન આદી ને માફ કરી દે તેવો લબાડ પણ નથી
કોઈ પણ સવાંદ માં એ ભીમ ની પક્ષે રહે છે યુધિષ્ઠિર ની તરફ નહિ
અપાર અન્યાય નોસામનો કરનાર મહાન શુરવીર કર્ણ
નું મૂલ્ય અર્જુન સામે જરા પણ ઓછું ન આંકી શકાય
વફાદારી, વચન પાલન ( ભીમ ને જીવંત દાન નો પ્રસંગ) અને મિત્રતા માટે કર્ણ થી વિશેષ ઉદાહરણ નહોય શકે પણ માનવીય સંવેદના માં અર્જુન ક્યાંય આગળ નિકળી જાય છે
વડીલો નો આદર, પ્રેમ, સન્માન, કૃતજ્ઞતા ના ગુણો ને લીધે
અર્જુન ભીષ્મ, દ્રોણ, અને કૃષ્ણ ને અતિપ્રિય છે
આપનો અભિપ્રાય ગમશે
-આકાશ પટેલ મોરબી