શુદ્ધ પ્રેમનું મૂર્તમંત સ્વરૂપ ગણાય છે ' મા'
તોય ક્યાં કદી હાજરીમાં સમજાય છે ' મા'
ના પહોંચી શકે ઈશ્વર દરેક જગ્યાએ કદી,
તેથી જ એનું સાક્ષાત રૂપ મનાય છે ' મા'.
સ્વાર્થશૂન્ય હોય છે જીવન જેનું હંમેશાંને,
ત્યાગ અને સમર્પણ જેમાં દેખાય છે ' મા'
હિત સંતાનનું જે વિચારીને જીવન જીવતી,
અલંકારે અનન્વય સમજી શકાય છે ' મા'.
નથી વિરોધી ' માતા' નો ' કુમાતા' થઈ શકતોને,
કુપુત્રમાં પણ વાત્સલ્ય તો છલકાય છે ' મા'
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.