નાટકના કલાકારો વિશે 3 મઝેદાર વાત.
1. સ્વ. બકુલ ત્રિપાઠી કિશોરાવસ્થામાં હતા ત્યારે સ્કૂલમાં કોઈ મોનો એક્ટિંગ ની હરીફાઈ કે ફેન્સી ડ્રેસ માં ગાંડો છોકરો બન્યા. અભિનય એટલો વાસ્તવિક કે નિર્ણયકોએ કહ્યું કે જે હોય એનો અભિનય કરતી એન્ટ્રી રદબાતલ ઠરે. મૂળભૂત ગાંડો છોકરો ગાંડાનો પાથ ભજવી શકે નહીં. આચાર્યએ તે કિશોરને નિર્ણાયકોને મળવા બોલાવ્યો. સ્કૂલના સહુથી હોંશિયાર છોકરાઓ માનો એક અને well behaved. કહેવાનું જરૂરી નથી કે પ્રથમ ઇનામ તો એમને મળ્યું જ, નિર્ણાયકો અચંબિત થઈ ગયા.
2. એક સાવ નાનો, માત્ર સ્ટેજ પર આવી, હસીને એક શબ્દ બોલવાનો પાઠ સ્વ. સંજીવકુમારને સોંપાયો.ખૂબ મોટી સ્પર્ધા કે સિલેક્શન હતું. એમણે એ એવો તો અદભુત રીતે કર્યો કે તેમનું જ સિલેક્શન સહુ પ્રથમ થયું. તેમણે કહ્યું કે તેમનું નિરીક્ષણ. આવી વ્યક્તિ કેમ ચાલે, હાથ હલાવે, હશે અને બોલે તે તેના નિરીક્ષણનું તેમણે રી પ્લે જ કરેલું.
3. ત્રીજો કિસ્સો તો હમણાં 'રજ થી સુરજ' માં સુ.શ્રી. ગિરિમા ઘારેખાને વર્ણવ્યો છે.
સંજય ગોરડીયા દવાની દુકાનમાં કામ કરતા. નવરા હોય ત્યારે બેઠા બેઠા આસપાસના માણસો ઉપરાંત પ્રાણીઓનું પણ નિરીક્ષણ કરે.
એમાં એક જાણીતી નાટક કંપનીમાં તેમને બેક સ્ટેજનું કામ સોંપાયેલું. 'ટપુડા નાં તોફાનો' નામે બાળ નાટક. એમાં એક કૂતરો સ્ટેજ પર લાવી શકાયો નહીં. કૂતરાની એક્ટિંગ તેમણે વાઘા પહેરી કરી અને એ એવી વખણાઈ કે મુંબઇ સમાચારમાં ખાસ એનો રિવ્યુ આવ્યો! સંજય ગોરડીયા આગળ જતાં જાણીતા નાટયકલાકાર,નિર્માતા દિગ્દર્શક બનેલા