સદીઓ પુરાણી આ રીત ચાલી આવે છે,
થોકડા બંધ ગ્રંથે ગાથા લખાતી આવે છે,
ક્રુરતા સોબત મોહ માયા અને દુરાચાર,
દુષ્ટતા નામે તો ઈતિહાસ બનતો આવે છે,
રાવણ જેવા શત્રુઓ મનમા પળતા આવે છે,
કંસ ને મંથરા જેવા સંબંધી ફળતા આવે છે,
ક્યાંય રજૂ નથી એવી વાતો ચાલી આવે છે,
અહંકાર ભાવે દુષ્પરીણામો મળ્યાં આવે છે,!
@વિજય પ્રજાપતિ!!!!!
#દુષ્ટતા