મથુરામાં જન્મી,યમુનાતટે રાસલીલા ખેલી.
દેવકીને આપ્યું જન્મદાત્રી નું માન,
યશોદા પામી પાલકમાતા કેરું સન્માન.
લોકોને શીખવી ગિરિરાજની ભક્તિ,
યમુનાને આપી ઝેરી નાગથી મુક્તિ,
સ્થાપ્યું અલૌકિક વનરાવન.
ગોપબાલકો માટે માખણ ચોર્યુ,
વાંસળીના સુર રેલાવી ગોપીઓનુ ભાન ચોર્યુ,
રાધા જોડે કર્યો નિષ્કામ પ્રેમ.
કંસની દુષ્ટતા નો કર્યો અંત,
કુરુક્ષેત્રમાં કર્યો અર્જુનના વિષાદનો અંત,
જગતને શીખવ્યો ધર્મનો પાઠ.
દ્વારકામાં વસાવી નગરી,
ગુજરાતની ધરતીને પતિત પાવન કરી,
પારધીશર ઝીલ્યું પોતે એ નરોત્તમ.
#દુષ્ટતા