Jyts Know The Measure About New Clothes
નવા કપડા પહેરતી વખતે કરશો આ ઉપાય, થશે ચમત્કારી અસર................................
આપણા જીવનમાં નવા કપડાંનું ઘણુ મહત્વ હોય છે. મોટાભાગના લોકો માત્ર ખાસ અવસરોએ જ નવા ડ્રેસ પહેરે છે. જ્યારે કેટલાક લોકો વધુ આકર્ષક દેખાવા માટે પણ નવા કપડાં પહેરે છે જ્યારે પણ આપણે નવા કપડાં પહેરીએ તો તે સમયે 1 ખાસ ઉપાય કરવો જોઈએ જેથી ડ્રેસિસ માત્ર કપડું ન રહે પણ, બીમારીઓ, નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરથી આપણું રક્ષણ કરતું રક્ષા કવચ બની જાય.
આગળ આપેલ જાણો નવા કપડાં પહેરતી વખતે કયા ઉપાય કરવા જોઈએ....
સામાન્ય રીતે ઘણા લોકોની સાથે એવું બને છે કે જ્યારે પણ તેઓ નવા કપડાં પહેરે છે ત્યારે તેમની તબીયત ખરાબ થઈ જાય છે કે કોઈ બીજી પરેશાની ઊભી થઈ જાય છે. જ્યારે અચાનક તબીયત ખરાબ થઈ જાય ત્યારે કેટલાક લોકો માને છે કે આ ખરાબ નજરનો પ્રભાવ છે.
કોઈપણ પ્રકારની ખરાબ નજરથી બચવા માટે નવા કપડાં પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે નવા કપડાં પહેરતા પહેલા એકવાર ધોઈ લેવા જોઈએ. એમ કરવાથી નવા કપડાંની ગંદકી સાફ થઈ જાય છે. મોટાભાગે લોકો કપડાં ખરીદતી વખતે ડ્રેસિસ પહેરીને જુએ છે. એવું પણ શક્ય હોય કે જે ડ્રેસ તમને પસંદ આવ્યો હોય અને તે કોઈ બીજાને પણ પહેરીને ટ્રાય કર્યો હોય.
તમે એ નથી જાણતા કે પહેલા કંઈ વ્યક્તિએ તમારી પસંદગીનો ડ્રેસ પહેર્યો હતો, તે પૂરી રીતે સ્વસ્થ્ય હતો કે નહીં. એવી વખતે નવા કપડાં પહેરતા પહેલા એકવાર ચોક્કસ ધોઈ લેવો જોઈએ. તેનાથી કપડાંના સૂક્ષ્મ કિટાણુઓનો પણ સફાયો થઈ જાય છે. કોઈપણ પ્રકારની બીમારી થવાની સંભાવના સમાપ્ત થઈ જાય છે.
જો તમે નવા કપડાં ધોવા ન મગાતા હોવ તો પહેરતા પહેલા એકવાર નવા ડ્રેસને સૂર્યના તડકામાં સૂકવી દેવો. આ ચમત્કારી ઉપાય છે અને તેનાથી કપડાં પવિત્ર થઈ જાય છે.
જો તમે ઈચ્છતા હોવ તો નવા કપડાં પહેરતી વખતે પોતાના ઈષ્ટ દેવી-દેવતાઓના મંત્રનો જાપ પણ કરી શકો છો. તેનાથી કપડાં કોઈ કવચ સમાન બની જશે, જે તમારું રક્ષણ ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી કરશે. જેથી નવા કપડા પહેરતી વખતે નીચે જણાવેલ મંત્રનું જાપ કરવું.
મંત્રઃ- ऊँ नम: शिवाय, ऊँ गं गणपतयै नम:, श्रीराम, सीताराम
જો તમે પોતાના જૂના કપડાં ફેંકવા માંગો છો તે તેને ફાડીને કે થોડી ચીરીને ફેંકવા જોઈએ. જો તમે કપડાંનું દાન કરવા માગતા હોવ તો એ કામ તમે પોતે જ કરો, કોઈ અન્ય વ્યક્તિ પાસે ન કરાવો. એમ કરવાથી તમારી કુંડળીના અનેક ગ્રહ દોષો શાંત થઈ જાય છે.
ધ્યાન રાખો જેને તમે કપડાંનું દાન કરો તેને કપડાં પહેરવાનું ચોક્કસ કહો. જો દાન લેનાર વ્યક્તિ તમારા કપડાં પહેરો તો તે સારું રહે છે.