જીવન માં એક વ્યક્તિ નો અનુભવ કોઈ બીજા વ્યક્તિ ને માટે ક્યારેય પણ ઉપયોગી ના નીવડી શકે,કેમ કે અનુભવ એ વ્યકિત ની વ્યક્તિગત બાબત છે.જેથી કરી ને તે અનુભવ જે તે વ્યક્તિ ને જ લાગુ પડે છે.બધાં ને લાગુ પડતો નથી.કેમ કે જે તે વ્યક્તિ ની સાથે જે કંઈ પણ અનુભવ થયો હોય તે જરૂરી નથી કે એજ અનુભવ કોઈ બીજા વ્યક્તિ સાથે એવી રીતે રીતે થાય જ એવી કોઈ ગેરંટી ના હોય એટલે જીવન માં ક્યારેય પણ કોઈ અન્ય વ્યક્તિ ના અનુભવ ને આધારિત કોઈપણ પ્રકારની ચોક્કસ ધારણા મન માં બાંધી ના લેવી જોઈએ કેમ કે દરેક વ્યક્તિ ના વિચારો, વાણી, વર્તન અને વ્યવહાર અન્ય વ્યક્તિ થી અલગ જ હોય છે.તેમજ દરેક વ્યક્તિ નો સમય,સંજોગ અને પરિસ્થિતિ પણ અન્ય વ્યક્તિ થી એક દમ અલગ જ હોય છે,માટે દરેક વ્યક્તિ નો અનુભવ પણ અન્ય વ્યક્તિ થી એક દમ અલગ જ હોય છે.માટે કોઈ અન્ય વ્યક્તિ ના અનુભવ પર આંધળો વિશ્વાસ કે આંધળું અનુકરણ કરવું ના જોઈએ,જ્યાં સુધી પોતે અંગત રીતે અનુભવ થયેલ ના હોય ત્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિ ના અનુભવ ને કેન્દ્ર માં રાખી ને કોઈ પણ પ્રકાર નું કામ તેમજ કોઈ પણ ના નિર્ણય પણ ના લેવા જોઈએ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ