તારું સ્મરણ હોય, મુજમાં વ્યાજબી છે,
સ્પંદનો પેદા થાય , પ્રેમ ના વ્યાજબી છે;
નજર હુનરની, પ્યાસ પ્યારી સદાય રહેતી,
મૃગજળ બની જાય રૂસણે, વ્યાજબી છે;
હયાતિ હોય જ છે, જ્યાં સ્પંદિત હ્રદય છે,
ધડકનો ધડકવા, પ્રાણ શક્તિ વ્યાજબી છે;
બરતરફ થવાની છે, અંજુમન આ શમા ની,
પતંગાની કુરબાની,મહેફિલમાં વ્યાજબી છે;
આનંદ વિનાનું જીવન, અપરિપક્વ ફળ છે,
રસ સ્વરૂપ આત્મા , મહોબત વ્યાજબી છે;