અનુભવવું એ શબ્દ બહુ ગંભીર શબ્દ છે કેમ કે જેણે અનુભવ્યું હશે એને ખબર હશે તમે વિચારતા હસો કે હું ક્યાં અનુભવ ની વાત કરું છું. તો સાંભળો મેં મારી જિંદગી માં એકવાર એક મોટો દુઃખ નો અનુભવ કરેલો એ વાત જ્યારે યાદ કરી તો પગ નીચે થી ધરતી ખસી જાય. એ દિવસ જ્યારે હું રમતો રમતો બાહર થી ઘરે આવ્યો અને ખબર પડી કે ઘર નો સૂરજ આથમી ગયો હતો જેમ સૂરજ આથમ્યા પછી ઉગે પણ આ સૂરજ ક્યારે પાછો નતો ઉગવાનો એ મને ખબર હતી એ દિવસ મારી જિંદગી નો કાળો દિવસ હતો કેમકે મેં અને મારા પરિવારે ઘર ને સોના ના કિરણ થી અજવાળું કરનાર સૂરજ આજે કાયમ માટે આથમી ગયો હા મારા પાપા એ દિવસે આ દુનિયામાં નતા રહ્યા અનુભવવું સુ કેવાય એ મને તે દિવસે ખબર પડી અત્યારે હું નહીં પણ મારા આંસુ આ લખી રહ્યા હોય એમ મને લાગે છે વધારે નથી લખવું કેમ કે મારી આંખો નો વરસાદ હવે ના પાડે છે લખવાં નો જય હિન્દ
#અનુભવવું