સૂરજ ઊગવા ની વાટ જોઈ મેં...
શમણાં વિહોણી રાત જોઈ મેં...
ધનગોર અંધકાર માં એકલતા ને પામી.
છવાઈ ખામોશી ચહેરા પર ને
ભૂલ કરેલી યાદ આવી
શમણાં ઓ ભૂશી ને કેવી તો રાત આવી.
સૂરજ ઊગવા ની વાટ જોઈ મેં...
શમણાં વિહોણી રાત જોઈ મેં...
વિરહ માં જેના નિંદર ખોઈ મેં...
થમેલાં પવન ની લહેર જોઈ.
નિકળી દિલ ને પાર એ....
ઉદાસી ની ચાદર ઓઢી.
નયન બંધ છતાંય નીંદર ની રાહ જોઈ.
ફરી પાછી એની યાદ આવી..
શમણાં ઓ ભૂશી ને કેવી તો રાત આવી......-Radhey