પાપીઓને ગર્ભમાં જ મળી જાય છે આ રીતે સજા
કહેવામાં આવે છે કે મૃત્યુ પછી પાપીયોને યમદૂતો દ્વારા અનેક રીતથી કષ્ટ આપવામાં આવે છે. પણ જો ગરૂડ પુરાણની માનો તો મર્યા પછી પાપીઓને માત્ર નરકમાં જ કષ્ટ આપીને ક્ષમા નથી કરવામાં આવાતા પણ તેના પછી પણ તેને જન્મ લેતા પહેલા નરકમાં ગર્ભમાં અનેક રીતે પરેશાનીઓ સહન કરવી પડે છે.
તે જ્યારે કોઈ પણ ગર્ભમાં પહુંચે છે ત્યારે પણ તેને ઘણા પ્રકારના દુઃખ સહન કરવા પડે છે. આવો જાણીએ છીએ કે કઈ રીતના દુઃખ મર્યા પછી પાપી આત્માઓને માના ગર્ભમાં સહન કરવા પડે છે.
સ્ત્રીના ઋતુ મધ્યમાં પાપી પુરૂષના શરીરની ઉત્પત્તિ થાય છે, વિશ્વરૂપને મારવામાં ઈન્દ્રને હત્યા લાગી, તેના ચાર ભાગ કરી પૃથ્વી, જળ, વૃક્ષ અને સ્ત્રીઓને ક્રમ પ્રમાણે આપી દીધો. સ્ત્રીઓમાં ઋતુ આવવાથી પુત્રાદિની ઉત્પત્તિ થાય છે.
તેનું કારણ ત્રણ સ્ત્રીઓ અપવિત્ર રહે છે. ઋતુકાળમાં પ્રથમ દિવસ સ્ત્રી ચાંડાલીની, બીજા દિવસે બ્રહ્મઘાતીની સમાન અને ત્રીજા દિવસે ધોબણ હોય છે. કર્મોથી શરીર ધારણ કરવા માટે પુરૂષે વીર્યથી સ્ત્રીના પેટમાં જીવ પ્રવેશ કરે છે.
એક મહીનામાં મસ્તક, બીજા મહીનામાં ભૂજા વગેરે અંગની રચના થાય છે, ત્રીજા મહીનામાં નખ, રોમ, હાડકા, ચામડી, લીંગ, દસદ્વારના છીદ્ર, ચોથી મહીનામાં ત્વચા, માંસ, રક્ત, પાંચમાં મહીનામાં ભૂખ, તરસ વગેરે ઉત્પન્ન થાય છે.
છઠ્ઠા મહીના ગર્ભની કોથળીમાં ઠંકાઈને કુખમાં ગર્ભ ભ્રમણ કરવા લાગે છે. માતાએ ભોજન કરેલ દુષિત અન્નથી વધે. પાપી જીવ ગર્ભમાં મળ, મૂત્ર વગેરે ગ્રહણ કરી લે છે. તે જ્યારે પેટમાં શયન કરે છે. ત્યારે કૃમી જીવને કાપવાથી બધા અંગને કષ્ટ સહન કરે છે, તે વારંવાર મૂર્છિત પણ થાય છે.