*પાપ - પુણ્ય*
પાપ ને માનું હું ઈશ્વર નો ઇનકાર
પુણ્ય એટલે પ્રભુ નો સ્વીકાર
ભૂલ થી જે પાપ માં પડે એ માનવ
પાપ નો જેને પસ્તાવો થાય એ દેવ
પાપ નો આનંદ અનુભવે એ દાનવ
પુણ્ય એ પડછાયો છે કર્મ નો
પુણ્ય એ રસ્તો છે ઈશ્વર ને પામવાનો
પાપ અને પુણ્ય છે તો બંને
માનસિક અવસ્થા ના પ્રતિક
તમારા ઉપર છે તમે શેનો
હિસાબ માંડો છો....
પાપ કે પછી પુણ્ય નો!!
#આનંદ