અવની ઉપર આવ્યો ધરીને જોગી વેશ જટાળો.
આણ ફેલાવી દશે દિશાએ વરતાવે એ કેર કાળો.
લીલી ચાદર ધરિત્રીની એણે દીધી ક્રોધ કરી બાળી,
આગમન એનાં થયાં ત્યાં તો સૂની દિશાઓ ભાળી.
જળરાશિને હરી ગયો એ મેઘ કરતોને કંજૂસાઈ,
ત્રાહિમામ હરકોઈ પોકારે જળની તાણ છે ભાઈ.
મૂંગા પશુ મોતના શરણે માનવને પણ અકળાવે,
પૂછ્યું શું છે નામ તારું? દુકાળ મુખથી એ કહાવે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.