' મુકવેદના '
રોજના કજિયા અને કંકાસના કોલાહલથી ખળભળી ઉઠેલું મારુ મન અંતે ઓગળી જ ગયું . ,
અરીસાની ભીતર રહેલા ચહેરાને ઓળખવાની મથામણ કરતો રહ્યો ,
' પોતે કાયર હતો કે પછી કંઈ ન બોલીને સંબંધોને સાચવાતો માણસ ?'
પોતાની આસપાસ રચાયેલા સંબંધો સાથેનું જીવન ડગુમગુ ન થાય એટલે ભીતર ને ભીતર પોતાની જાતને સમજાવતો રહ્યો .
પરંતુ ક્યાં સુધી ? '
બાળપણથી સાચવેલ સંબંધોની સાંકળને કાયરતાનું નામ આપવામાં આવ્યું .?
ચહેરા પર છવાયેલી કાયરતાને સરેન્ડર કરી , પોતાના વિચારોને નવા ઘડતર સાથે , નવો જોમ અને જુસ્સા સાથે પા-પા પગલી ભરવા ઉભો થયો .....
:-મનિષા હાથી