કિલ્લોલ કરતાં
----------------
કિલ્લોલ કરતાં ખેતરો, શેઢા, રત સદાબહાર;
વિહાર કરતાં ચારેકોર, ઢોર- ઝાડવાં, જનાવર;
જુઓ, ખેલ કુદરતનો, માનવ થયો લાચાર.
આખા જગ પર રાજ કરતો, કેદ થયો કિરતાર;
ચંદર પર આસન ધરું, મંગળ પર માંડું પગલાં;
એ કાળામાથાનો માનવી, થયો ઘણો લાચાર.
કદી ઘરમાં ન બેસનારો, નજર ઠારે નળિયામાં;
જોઈ ઘણું હસે છે આજ, ભીંત, કરા, ગુંજાર.
ભૂલીને વિવેક હું, બનવા બેઠો સર્જનહાર;
હવે મને માફ કરો, ઓ ધરણીના પાલનહાર.
-- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.