કેટલી નિષ્ફળતા સ્વીકારવી
ને કેટલી શરુઆત કરવી
દરેક નિષ્ફળતા એ લોકો કઇક સારુ થશે તેવી આશાએ
ફરી સફળતાના સોપાન ને હાંસિલ કરવા ચડાવે છે
ને ફરી નિષ્ફળતાના ગલોટિયાં ખાઇ પડીએ છીએ
જે જાણે છે પ્રયત્નો કયા સુધીના હતા
તે કહે છે ચાલુ રાખ પ્રયત્ન એક દિવસ ભગવાન તારી સામુ જોશે
પણ પ્રશ્ન થાય છે કયારે?
જ્યારે જીવનના છેલ્લા શ્વાસે હોઇશ ત્યારે
ત્યારે સફળતા ને પણ કયા ખોબે ભરીશ...
લોકો કહે છે સમયસર બનો
પણ ભગવાન કેમ સમયસર સફળતાને અંબાવતો નથી....
તો લોકો કહે છે
ભગવાન કે ઘર દેર હે....અંધેર નહી
ત્યારે થાય છે આપણે મનુષ્ય લેટ હોઇએ એ મોટી વાત નથી....મોડુ આવવું ને મોડુ કરવુ...
એ ભગવાન માં છે...તો આપણામાં હોવુ કાઇ વિશેષ નથી
પણ તકલીફ છે અમારા માટે...
જે સમયે કામ કરવા તત્પર છે..તો સમયે પરિણામ મેળવવા પર તત્પર હોવાના....
એટલે એ દુઃખી થાય છે
દુનિયા સાથે હોવા છતાં દુનિયાથી દૂર થાય છે
માણસ સમજે છે...અમે સમાજમાં રહેવાને લાયક નથી
કારણ અમને ખાલી અમારા કામ ને સમય આપતા આવડે છે
ઇચ્છા થાય ને આપી દ્યો એવું કયા કહીએ છીએ
પણ ક્યારેક થોડા પ્રયત્ન એ તો આપો
એ જ અરજ છે
હા બુદ્ધિથી ભરેલો છુ
તકૅવિતૅક મારી જિંદગી બની ગયી છે
હદયના ભાવ શું હોય ખબર જ નથી
કારણ કાઇક મેળવવા કાઇક આપવું પડે
આમા જ સ્થિત છીએ
વધુ આવતા અંકે.....
યાદ કરાવજો નક્કી નહીં હુ ભુલી જાવ તો....