Gujarati Quote in Religious by Umakant

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રીમત્ ભગવદ્ગીતા ગીતાનો પોપટપાઠ કરતાં “અખંડ આનંદ”માં જ્ઞાનગોષ્ઠીમાં વાંચવામ્ં આવ્યું કે
“ કરેલા એટલે સંચિત કર્મોનું આ જન્મમાં અથવા પછીના જન્મોમાં વિવિધ લાભહાનિ રૂપે મળે છે.”
नैंनम् छिन्दन्ति ..........अध्याय २ श्लोक २३ २४
છે. ટુંકમાં આત્મા અવિચળ અને અવિનાશી છં.

ટુંકમાં મારી અલ્પ મતિ અનુસાર મારા જીવન દરમ્યાન હું જે કાંઇ સારા નરસા કામો કરૂં છું તે સર્વ કામો કરનાર
મારો આત્મા નથી. કારણ કે, શ્રીમદ્ ગીતાજીમાં જણાવ્યા અનુસાર આત્મા તો અવિચળ અને અવિનાશી છે;

આથી જીવન દરમ્યાન મ્હેં કરેલા કામો મારા ભૌતિક- પંચેન્દ્રિય (પાંચ ઈદ્રિયો વાળા) - શરીરે કર્યા એમ કહી શકાય.

હું મૃત્યુ પામ્યો. શરીર છોડી આત્મા તો ઉડી ગયો; ક્યાં ગયો કોને ખબર? આપણે કોઇ જાણતા નથી.
મારા સ્વજનો પાસે રહ્યું મારું મૃત શરીર, તેને આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર અગ્નિદાહ દઇને બાળી માર્યું.

આત્મા ઉડી ગયો, શરીર બળી ગયું, તો પછી મારા સંચિત કર્મો ક્યાં ગયા? આત્મા તો અલિપ્ત છે,
તેથી તેની સાથે તો નથી ગયા, અને શરીર તો બાળી નાંખ્યું તેથી જો તેની સાથે હોય તો તે બળીને ભસ્મ
થઇ ગયા.

સૃષ્ટિનું ચક્ર તો સતત ચાલ્યા જ કરે છે.“पु:नर्पि जनमम् पु:नर्पि मरणम् ....” નવો જન્મ, કોરી સ્લેટ- કોરી પાટી-
સંચિત કર્મો ક્યાંથી આવી ચોંટી ગયાં? મૃત શરીરની સાથે તેને તો બાળી મુક્યા હતાં, અને આત્મા તો અવિચળ છે.
તો પછી આ ‘કર્મનો સિધ્ધાંત’ ક્યાંથી આવ્યો?

મારી જ્ઞાન પિપાસા સંતોષવા વિદ્વાન મિત્રનું માર્ગદર્શન ચાહું છે.

Gujarati Religious by Umakant : 111405031
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now