એક અધખુલી બારી...
એક રાતે ઊંઘ ન આવતાં ખોલી રૂમની બારી,
આકાશે હસ્યો એ ચાંદ,ચમકી આંખો મારી;
મેં કહી ઉદાસી મારી,ચાંદે સાંભળી ધ્યાનથી,
લાગ્યું ચાંદ પણ વહેશે સાથે જાણી વેદના મારી!
ચાંદ ફરી હસ્યો મારી પર,કહે કહું એક વાત,
તારી તકલીફો મૂકીને જો દુનિયા આંખે મારી;
લઇને સાથે મને એ ચાંદે શોધી બારીઓ હજાર,
જ્યાં વહેતી નદી વેદનાની મેં જોઇ આંખે મારી!
કોઇ નાની વ્હાલી દીકરી જુએ પિતાની રાહ,
કોઇ દીકરો મા વિનાનો ,જાગે આંખે ખારી!
ક્યાંક એકલા દાદા બેઠા,લઇને તસવીર મોટી,
જોયું તો હસતાં દાદી ત્યાં,દુખો સૌ વિસારી;
કોઇ વ્હાલી પ્રિયતમા જાગે આખી રાતોની રાત,
દૂર ફરજ પર રહેતો પ્રેમી જાગે જીંદગી સારી;
જોઇ આ દુનિયાની હાલત,ચાંદ ની સાથે આજે,
લાગ્યું મને ઘણી નાની છે મારી દુખોની બારી;
હું આવી પાછી લઇને મનમાં એક વાત વિચારી,
રોજ જઇને ચાંદ સાથે વહેંચીશ સૌને ચાંદની પ્યારી!!!
---નૃતિ શાહ...