Quotes by Nruti Shah in Bitesapp read free

Nruti Shah

Nruti Shah Matrubharti Verified

@nrutishah
(654)

થાય મને કે મારી જીંદગી જો હોય તારી સાથે, તો પછી તું
જ કહે મારી 'જીંદગી',
આ જીંદગી તારી સાથે હું જીવીને તને મારી જીંદગી સોંપવા માંગું છું!!!
---નૃતિ શાહ...

Read More

#ભવ્ય
જ્યાં કવિ નર્મદે હોય રચી કવિતાઓ ઘણાં ભાવથી
મને ગમે એ મારું ભવ્ય ગુજરાત!

જ્યાં સોમનાથ ને દ્વારકા જેવા પવિત્ર ધર્મસ્થાનો હો
મને ગમે એ મારું ભવ્ય ગુજરાત!

જ્યાં ગાંધીજી,સરદાર ને મોદીજી જેવા નેતાઓ હો
મને ગમે એ મારું ભવ્ય ગુજરાત!

જ્યાં દુનિયાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રિ ઉજવાતો હો
મને ગમે એ મારું ભવ્ય ગુજરાત!

જ્યાં જાતજાતના પકવાનો ને ભાતભાતની વાનગીનો રસથાળ હો
મને ગમે એ મારું ભવ્ય ગુજરાત!

જ્યાં લોકો હો ભાવુક ને ભોળા પણ દિલથી બહાદુર સદા
મને ગમે એ મારું ભવ્ય ગુજરાત!

મારું ગુજરાત ભવ્ય ગુજરાત!!!

---નૃતિ શાહ

Read More

#આનંદ

જો ગમતું મળી ગયું તો આનંદ છે,
જો મળેલું યે ગમી ગયું તો આનંદ છે!
જો દિલમાં વસી ગયું કોઇ તો આનંદ છે,
જો તે વર્ષોથી દિલમાં છે તો આનંદ છે!
જો આ જીવન બને ઉપવન તો આનંદ છે,
જો ઉપવન જેવું વીતે જીવન તો આનંદ છે!
જો છે કૃપા પ્રભુની સૌ પર તો આનંદ છે,
જો મન છે બાળક જેવું તો બસ આનંદ છે!!!

--નૃતિ શાહ

Read More

#નિયતિ

ઇશ્વરે જો રચી છે તો પોતાનો જાદુ બતાવતી રહી છે નિયતિ,
કંઇ કેટલીયે દુનિયા કોઇ વાર તોડતી તો કદી જોડતી રહી છે નિયતિ!!!

---નૃતિ શાહ

Read More

#આકૃતિ

હું વિચારું છું આ કોણ છે?
હું શોધું છું આ કોણ છે?
મને આ રીતે કહી કોણ શકે?
કોની આ હિંમત?
આ બધું બહુ વિચાર્યું,
હવે તો હું શોધીને જ રહીશ,
ક્યાં જઇને શોધું જે મળે જ નહીં,
જે મને સતત નીરખ્યા કરે,
મને બસ અંદરથી ચાહ્યા કરે,
મને સાથ આપ્યા કરે મુશ્કેલીમાં,
મેં જે કલ્પ્યું પણ ન હોય તેવું વર્તન કરે,
કોઇ વાર મને વઢે પણ
તો કોઇ વાર મારું ઉપરાણું પણ ખેંચે,
મને મારી પાસેથી જ છીનવીને લઇ જાય
અને મને ખબર પણ ન પડે;
કોણ છે તે?
તે છે
મારાં જ ચરિત્રની આભા છતી કરતી
મારી જ ઓળખાણ મને આપતી
મારા જ અર્ધજાગૃત મનમાં રહેલી
મારી "આકૃતિ"...

---નૃતિ શાહ

Read More

#દુકાળ

સંબંધો સાચા દિલથી સાચવવા હવે લાગે છે જંજાળ,
સૌ કોઇ વિસ્તારી રહ્યું છે બસ પોતાના સ્વાર્થની જાળ,
જીવનમાં કોને આપવી પ્રધાનતા એ નક્કી કર તું દિલ
કૃત્રિમ મીઠા શબ્દોની દુનિયામાં પડી ગયો છે લાગણીનો "દુકાળ"!!!

---નૃતિ શાહ

Read More

#વિનોદી

થવું "વિનોદી" કે વિષાદી થવું એ તું કર ફેસલો તકદીર,
અહીં તકલીફો પર હસવાનું ફાવી ગયું છે મને !!!

---નૃતિ શાહ

Read More

#જિજ્ઞાસુ

કોઇ વિષયમાં રાખે રસ,તો તું જિજ્ઞાસુ છે,
ના કરે આંખોને બંધ,તો તું જિજ્ઞાસુ છે,
છે દુનિયામાં અઢળક,શીખીશ અહીં તું કેટલું?
આજીવન બન તું બાળક,તો તું સાચો જિજ્ઞાસુ છે!!!
---નૃતિ શાહ...

Read More

#કિંમત

શું દાવ પર લગાવીશ એ જીંદગી?
ધન,પ્રતિષ્ઠા,સંબંધો કે પછી અસ્તિત્વ?
સૌથી વધુ "કિંમત" આ શ્વાસની છે અહીં તો....

Read More

તે હોય નજીક કે દૂર શું ફેર પડે છે પ્રેમમાં,
દિલ મળ્યા તો ચહેરા નથી જોવાતા પ્રેમમાં!!!