આજ શેઠ ગિરધારી લાલ ને તેમના મેનેજરે ઠપકો આપ્યો ને કીધું શેઠ તમે નોકરો ને બહુ માથે ચઢાવો છો. જો આમ ને આમ રહેશે તો તમે એક દિવસ હેરાન થશો. શેઠે હસી ને કીધું કેમ વળી એવુ તે મેં શું કર્યું?? !!
મેનેજરે કીધું શું કર્યું એ તમને નથી ખબર??
શેઠ : ના નથી ખબર
મેનેજર : અરે પેલા આપણા મજુર સવજી ને તેની ઘરવાળી રુપલી ને તમે દરરોજ એક કલાકે વહેલા છોડી દો છો એ.
જો આમ ને આમ કરશો તો એ એક કલાક નો વધારે પગાર લઈ જશે.
શેઠ : મેનેજર સાહેબ શું તમે જાણો છો હું આવું કેમ કરૂં છું??
મેનેજર : મને તો શું ખબર તમે આવું કેમ કરો છો?? મને તો એટલી જ ખબર છે કે તમે શેઠ છો તમને ફાવે તેમ કરો.
શેઠ : ચાલો હું તમને બતાવું. બેસો મારી સાથે ગાડી માં. શેઠ મેનેજર સાથે ગાડી માં જય છે એને મેનેજર ને બતાવે છે. જ્યાં સવજી તેની પત્ની ને સાયકલ પર બેસાડી ઘરે જતો હોય છે બન્ને પતિ પત્ની સાયકલ પર ગીત ગાતા ગાતા જતાં હોય છે. બન્ને થોડીક પળો કાંકરિયા ની પાળે બેસે છે સુખ દુઃખ ની વાતો કરે છે. થોડીક વાર બેસી ને આગળ વધે છે બજાર માં જઈને ઘર માટે જરૂરી સામગ્રી ખરીદે છે. ઘરે જઈને રુપલી એટલે કે સવજી ની પત્ની રસોઈ બનાવે છે જ્યારે સવજી તેના બાળકો પાસે બેસે છે તેમની કાલી ઘેલી વાતો સાંભળે છે . રસોઈ થઈ જાય પછી રુપલી પ્રેમ થી બધાય ને જમાડે છે. ને સાંજે થાકી ને રુપલી ને સવજી એકબીજા ને પ્રેમ કરતા કરતા એકબીજા માં ઓતપ્રોત થઈ સુઈ જાય છે. મેનેજર તો આ બધું જોયા કરે છે તેમને કઈ સમજાતું નથી. તે તો શેઠ સામે જોયા જ કરે છે.
શેઠ મેનેજર ને ઘર સુધી મુકવા જાય છે અને બીજા દિવસે ઓફિસ ના સમય કરતા એક કલાક વહેલા આવવાનું કહે છે. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
ક્ર્મશ :