સાચું શું ને ખોટું શું એમાં જ અટવાયા કરૂં છું,
હું આમ જ તારા વિચારો માં ખોવાયા કરૂં છું,
તું હોય જો દૂર તો તને જ ઝંખ્યા કરૂં છું,
ને જો હોય તું પાસે તો તને જ જોયા કરૂં છું.
હોય જો વિરહ પછી મિલન તો બસ હું એ મિલન માટે તરસ્યા કરૂં છું,
બસ હું આમજ તને પામવા ભટક્યા કરૂં છું.