પશ્નો ચાર-ઉત્તર ઍક
એકવાર સભામાં અક્બરે પૂછયું : મેં એક દોહરો સાંભાળેલો છે તેમાં કહ્યું છે કે –
પાન સડે ઘોડા અડે,વિધા વિસર જાય,
ચુલા પર રોટી બળે કહો તમે કેમ થાય?
પાન શાથી સડી જાય ?
ઘોડો શાથી અડીયલ બને ?
વિધા શાથી વિસરી જવાય ?
ચુલા ઉપર રોટલી શાથી બળી જાય?
આ ચાર પ્રશ્નોનો એક્જ ઉત્તર કહો.
બધા વિચારમાં પડ્યા.કોઈને કશો ઉત્તર સુજ્યો નહિ.
અકબરે બિરબલ સામે જોયુ એટલે બિરબલ બોલ્યો :
’ફેરવ્યા વિના.’
ફેરવીએ તો પાન સડી જાય .
ફેરવીએ નઈ તો ઘોડો આળસુ અને અડીયલ બની જાય.
ફેરવીએ નઈ વિધા પણ ભુલાઈ જવાય.
ફેરવીએ નઈ તો રોટલી પણ બળી જાય.
બિરબલનો બુદ્ધિભર્યો ઉત્તર સાંભળી બધાએ આનંદ વ્યક્ત કર્યો.
અકબર પણ તેના ઉત્તર થી પ્રસન્ન થયો.