જીવનમાં ક્યારે શું થાય,
કંઈ જ કહેવાય નહીં..
જે છે સાથે ક્યારે ચાલ્યા જાય,
કંઈ જ કહેવાય નહીં...
ક્યારે કોણ રિસાઈ જાય,
કંઈ જ કહેવાય નહીં..
લાગણીઓ ક્યારે પલટાઈ જાય,
કંઈ જ કહેવાય નહીં..
મનની વાતો મનમાં પણ રહી જાય,
કંઈ જ કહેવાય નહીં..
હ્રદયના ધબકારા ક્યારે બંધ થઇ જાય,
કંઈ જ કહેવાય નહીં..
મીરાં... 💕💕💕