#પક્ષ
પક્ષ.. શબ્દ જ ગુંચવાયેલો,અરે આમ માનો ને એક અસમનજકારી શબ્દ છે . કોઈ તમને પૂછે તમારા પક્ષ માં કેટલા લોકો છે? મુંજાય જવાય હો,અરે ગમે તે બાબત માં પક્ષ લેવાનો હોય એ થોડો તો અડચણપૂર્ણ હોય જ છે.
અત્યારની જ વાત લઈ લો મારા પક્ષ માં કેટલી લાઈક આવશે એ મારા લખાણ ની મને સનતોષતા આપશે ,કેવું કેવાય નહિ?ક્યારેક તો મને એવો વિચાર આવે કે કૃષ્ણ એ એટલે જ ઓપશન રાખીયા હશે હું કે નારાયણી સેના..સીધો જ કોઈનો પક્ષ ના લીધો.બહુ સરળ વાત છે પણ વિચારવા જેવી હો...
મોરારીબાપુ કહે કે જો તમને,
અમથું અમથું હેત થતું હોય
હેતુ વગર નું હેત....
તો તમે પક્ષકારી નથી બાકી તો આપણે બધા ક્યાંય ને ક્યાંક પક્ષ લઈએ જ છીએ
તો ચાલો ને આપણે આપણો પક્ષ લઈને જોઈએ,અને પછી મને આ શેર યાદ આવે છે રમેશ પારેખ નો
આ મન પાંચમ ના મેળા માં સૌ જાત લઈને આવિયા છે,
કોઈ આવિયા છે સપનું લઈને કોઈ જાત લઈને આવિયા છે
પણ મને લાગે કે આપણે પક્ષ લઈને પણ ઉતરતા હોઈએ છીએ...