કોરોના વાયરસનો ખતરો ટાળવા સરકારે મોલ , મલ્ટી પ્લેક્ષ , શાળા કોલેજો મા બે અઠવાડિયા સુધી જાહેર રજાની ઘોષણા કરી , જેને લઈ લોકો જરૂરીયાતનો સામાન ખરીદવા મોલ મા પહોંચી ગયા અને એટલુ તો ખરીદી લીધુ કે જાણે હવે પછી કોઈ વસ્તુ મળશે જ નહી. કંટાળી મોલના સંચાલકોને ઘોષણા કરવી પડી કે જરૂરીયાતના જ સામાનની ખરીદી કરો . વધુ પડતી વસ્તુ ની ખરીદી ના કરશો .. બોલો કેવા દિવસો આવ્યા કે જ્યા લોકો ખરીદી કરે એ માટે નીત નવી ઓફરો મૂકી ગ્રાહકોને ખરીદી કરવા લલચાવે તેવા મોલ મા આવી ઘોષણા કરવી પડે ....
#ઘોષણા