વાતો વાતો માં થઈ એક મુલાકાત,
દૂર થયો કાળો ઘોર મારો એકાંત,
વાતો વાતો માં થઈ એક મુલાકાત....
કાલનું અજનબી આજે બન્યું અંગત,
શું જમ્યા, શું કર્યું ની થઈ લાગત,
વાતો વાતો માં થઈ એક મુલાકાત...
લાગણીઓ ના તંતુ એ લીધો જનમ,
તૂટ્યા પણ તૂટે નહીં એવો તેં બંધન,
વાતો વાતો માં થઈ એક મુલાકાત...
પુષ્કળ હતા આ હૈયા ના દરદ સખત,
દરદ કર્યા દૂર આપીને લાગણી સતત,
વાતો વાતો માં થઈ એક મુલાકાત