શુ કહું આ કામ ,કામ ,કામ બસ થકી ગઈ હું તો આ શબ્દ થી .હું તમને શું આળસુ લાગુ છું .મેં કેટલું બધું કામ કર્યું .સવાર ની ઉઠી છું અને તાકી ને બેઠીતી કે સામે વાળા ની છોકરી કોના બાઇક પર જાય છે,બાજુ વાળા નો છોકરો એની વહુ ને કેટલું કામ કરાવે છે .અને દુધવાળો બાજુ વાળા ની પત્ની ને દૂધ કેમ વધારે આપે છે.આ બધું કરતા 10 વાગ્યા .ત્યાં તો યાદ આવ્યું કે અમારા સાહેબ નું ટિફિન બનાવા નું તો રહી ગયું,એટલે ફટાફટ ભાખરી અને અથાણું ભરી આપ્યું.જોયું કેટલું ફટાફટ કામ કર્યું. બપોરે દેરાણી ની દીકરી આવી તો એની પાસે કપડાં ધોવડાવ્યા અને કામવાળી જોડે વાસણ ધોવાડાવ્યા આમ ને આમ સાંજ પડી અને હું થાકેલી પાકેલી ચ બનાવી ને પીધી પછી પાછી હીંચકે બેસી શાક વાળા ની રાહ જોવા લાગી ત્યાં સુધી સામે વાળા સુધાબેન સાથે એમના દીકરા ના લગન ની વાતો કરી અને વહુરાણી ના હાલચાલ પૂછ્યા. બસ ત્યાં સુધી માં શાક વાળો આવ્યો અને રકઝક કરી ને શાક લીધું ને ધાણાં મરચા તો મફત ના ભાવે લીધા .કેટલું કામ કર્યું.બસ હવે તો રાત પડે એટલે ઊંઘવાનું કામ બાકી.