દિવાલમાં આટલાં કાણાં શા માટે ?
નક્કી લોકો શાણા થઈ ગયા લાગે ,
બધી ગુપ્ત માહિતી બહાર શા માટે ?
નક્કી આપણી સરહદ તુટી ગઇ લાગે ,
ધર્મ-ધર્મ વચ્ચે આટલો વેરભાવ શા માટે ?
નક્કી આપણી રાષ્ટ્રભાવના ખૂટી ગઇ લાગે ,
ઇતિહાસ બદલવાની તૈયારી શા માટે ?
નક્કી આપણાં ઇતિહાસકારો મુંગા થઈ ગયા લાગે ,
રાષ્ટ્રનાં ટુકડા-ટુકડાની વાતો શા માટે ?
નક્કી ભારતનાં ઘડવૈયાનાં લોહી સુકાઈ ગયા લાગે ,
ઇતિહાસ આપણો ભૂતકાળ શા માટે ?
ઇતિહાસ આપણું આજ અને ભવિષ્ય છે...