હશે કઈંક આસપાસ જુઓ તો ખરાં
ના શું પાડો છો જોયા વિના !
અસત્ય પહેલા સત્યને પારખો તો ખરાં
હા શું પાડો છો જાણ્યા વિના !
જૂની વાતને બહું થયું હવે છોડો તો ખરાં
હા શું પાડો છો અનુભવ વિના !
બધાંમાં હા-ના પહેલાં પુસ્તકોને પારખો તો ખરાં
ડંફાસ શું મારો છો પુસ્તક ખોલ્યા વિના !