મને નથી ખબર જિંદગી શું છે....!!
ક્યાંક થોડી તું છે, તો થોડો હું.
મને નથી ખબર પ્રેમ શું છે...!!
ક્યાંક મારાં મૌન ને સમજતી તું છે, અને તારાં શબ્દો ને મૌન બની સાંભળતો હું.
આપણે બંને કોણ છીએ, કોને ખબર...!!
બસ જ્યાં સુધી મળ્યાં કરીએ ત્યાં સુધી
ધરતી તું છે
અને
આકાશ હું...