પવનમાં થોડી સૌરભ ભેળવી દઈએ,
ઉરમાં સ્હેજ ઊર્મી ઊમેરી દઈએ.
દેહનો ભરોસો ક્યાં લગી? ચાલને,
માપ લૈ ને ખુદનું કફન વેતરી દઈએ.
આજ થોડીક પડી છે શાંત જીંદગી,
માની જાય તો સહેજ છેતવી દઈએ.
ઘરડી થઈ છતાંય છોડતી નથી વટ,
એ લાગમાં આવી છે છેતરી દઈએ.
જીંદગી, એકવાર બની જા તું બાળક,
તારા ગાલ પર ટેરવા ફેરવી દઈએ!