ધૂંધળી છે એક તસ્વીર,
એને સાફ કરવા બેસું તો ?
કરી નથી ફરિયાદ,
એને યાદ કરવા બેસું તો ?
કાળા-ધોળા સપનાઓ ને,
ફરી રંગીન કરવા બેસું તો ?
ખરી ગયું જે સ્મિત,
એને ફરી ઉગાડવા બેસું તો ?
સાંભળ્યું નથી સંગીત,
એને ગણગણવા બેસું તો ?
ખોઈ ચુકી છે આશા ઠગારી,
એને વિશ્વાસ અપાવા બેસું તો ?
સુકાઈ રહી છે આંખો મારી,Nidhi
એમાં લાગણી ભરવા બેસું તો ?